Mutual Fundને લાંબા ગાળે મોટી કોર્પસ બનાવવા માટે રોકાણનું અસરકારક ટુલ માનવામાં આવે છે. Mutual Fundમાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે.
આમાં તમને શેરબજારનું આકર્ષક રિટર્ન મળે છે પરંતુ તેમાં શેરબજારની જેમ માથાનો દુખાવો થતો નથી. Mutual Fundએ માત્ર રોકાણનું શ્રેષ્ઠ ટુલ જ નથી પણ પૈસાની જરૂરિયાતના કિસ્સામાં ઇન્સ્ટન્ટ લોન મેળવવામાં પણ મદદ કરે છે. આજે આપણે Mutual Fund દ્વારા ઉપલબ્ધ ઇન્સ્ટન્ટ લોન વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણીશું.

Mutual Fund મળતી ઇન્સ્ટન્ટ લોન શું છે?
Mutual Fund સામે ઇન્સ્ટન્ટ લોન એ તમારા Mutual Fund યુનિટને કોલેટરલ તરીકે આપીને ઇન્સ્ટન્ટ લોન મેળવવાનો એક માર્ગ છે. આ પ્રકારની ઇન્સ્ટન્ટ લોન NBFC તેમજ ઘણી બેન્કો દ્વારા ઓફર કરવામાં આવે છે. આ પ્રકારની લોનમાં ઉપલબ્ધ રકમ તમારા Mutual Fund પોર્ટફોલિયોના વર્તમાન મૂલ્ય પર આધારિત છે. જો તમારી પાસે ઇક્વિટી આધારિત Mutual Fund યુનિટ છે, તો તમને લોન તરીકે તુલનાત્મક રીતે ઓછા પૈસા મળશે. પરંતુ જો તમારી પાસે ડેટ આધારિત Mutual Fund યુનિટ છે તો તમે વધુ લોન મેળવી શકો છો. ચાલો હવે જાણીએ Mutual Fund પર ઉપલબ્ધ ઇન્સ્ટન્ટ લોનના કેટલાક મુખ્ય ફાયદા અને ગેરફાયદા વિશે.
Mutual Fund લોનઃ ફાયદા
Mutual Fund યુનિટ સામે ઉપલબ્ધ ઇન્સ્ટન્ટ લોનની પ્રોસેસ ખૂબ જ ઝડપથી થાય છે. તેમાં વધુ પેપર વર્ક સામેલ નથી અને તમારા પોર્ટફોલિયોના વર્તમાન મૂલ્યને ધ્યાનમાં લેતા, તે ઝડપથી મંજૂર થઈ જાય છે અને તમને લોનની રકમ જલ્દી મળી જાય છે. તમે લોન માટે ગીરવે મૂકેલા તમારા Mutual Fund યુનિટના માલિકી હક્કો તમારી પાસે રહે છે અને તમને તેના પર મળેલું ડિવિડન્ડ અને વ્યાજ પણ મળે છે. આમાં, તમે તમારી સુવિધા અનુસાર લોનના પૈસા પરત કરવા માટે સમય માંગી શકો છો. આ પ્રકારની લોનમાં તમારે પર્સનલ લોનની સરખામણીમાં ઓછું વ્યાજ ચૂકવવું પડે છે.
Mutual Fund લોનઃ નુકસાન
Mutual Fund પોર્ટફોલિયોનું મૂલ્ય સંપૂર્ણપણે શેરબજારમાં થતી વધઘટ પર આધારિત છે. જો બજારમાં લાંબા સમય સુધી ઘટાડો જોવા મળે તો તમારા પોર્ટફોલિયોના મૂલ્યમાં પણ ઘટાડો થઈ શકે છે અને લોનથી ટૂ વેલ્યૂ રેશિયો પર પણ પ્રતિકૂળ અસર થઈ શકે છે. વધુમાં, બેન્ક ડિફોલ્ટના કિસ્સામાં લોનની પુનઃપ્રાપ્તિ માટે તમારા દ્વારા ગીરવે રાખેલા Mutual Fund યુનિટને લિક્વિડેટ કરી શકે છે.