Election Results 2024; લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કા માં યોજાઈ હતી જ્યારે ગુજરાતમાં 7 મે ના રોજ યોજાઈ હતી, ત્યારે આજે એટલે કે 4 જૂન 2024 ના રોજ પરિણામ જાહેર થશે.
2019ના ચૂંટણી પરીણામો પર એક નજર
2019ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો NDAને 355 બેઠકો મળી હતી. જેમાંથી 305 બેઠકો ભાજપને ફાળે ગઈ હતી. ત્યારે આ વખતે એક્ઝિટ પોલના આંકડા જોતા આ વખતે NDAને 15 બેઠકોનું નુકશાન થઈ શકે છે. તો કોંગ્રેસની વાત કરીએ તો, 2019ની ચૂંટણીમાં યુપીએને 91 બેઠકો મળી હતી. જેમાંથી કોંગ્રેસને ફાળે 52 બેઠકો ગઈ હતી. ત્યારે આ વખતે 65 બેઠકો મળી શકે છે. તેથી 13 બેઠકો વધુ મળી શકે છે.
542 લોકસભા ચૂંટણીનું પરિણામ લાઇવ
આખરે દેશના જ નહીં, વિશ્વભરના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી પહોંચ્યો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશની 2024ની લોકસભા ચૂંટણીનું પરિણામ (Election Results 2024) 4 જૂન, મંગળવારના રોજ જાહેર થવા જઇ રહ્યું છે. રોમાંચની પરાકાષ્ઠા જેવા આ હાઇપ્રોફાઇલ મુકાબલાની પળેપળની અપડેટ્સથી તમને માહિતગાર રાખવા માટે સોસીયો એજ્યુકેશન સજ્જ છે. ઝીણામાં ઝીણી તમામ અપડેટ્સ આપના સુધી લાઇવ પહોંચાડતા રહેશે. યાને કે ઇલેક્શન રિઝલ્ટ કાઉન્ટિંગ સેન્ટરથી સીધું જ તમારા મોબાઇલમાં જોવા મળશે.
ચૂંટણીના ગ્રુપમાં જોડાવા | Click Here |
પરિણામ લાઈવ જોવા માટે | Click Here |