એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરી છે. હવે કર્મચારીઓને ગયા વર્ષ કરતા વધુ વ્યાજ આપવામાં આવશે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)એ 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અકાઉન્ટના માટે વ્યાજ દરની જહેરાત કરી છે. ઈપીએફઓએ કરોડો કર્મચારીઓ માટે હાજર નાણાકીય વર્ષ માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, હવે કર્મચારીઓને પહેલા કરતા 0.10 ટકા વધુ વ્યાજ મળશે. તેનું અર્થ છે કે હવે તમારા પીએફ એકાઉન્ટ પર 8.25 ટકા વ્યાજ દર આપવામાં આવશે.
ગયા વર્ષે 28 માર્ચે, ઈપીએફઓએ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાઓ માટે 8.15 ટકાના વ્યાજ દરની જાહેરાત કરી હતી. જ્યારે ઈપીએફઓએ FY22 માટે 8.10 ટકા વ્યાજ આપ્યું હતું.
પર વ્યાજને ઘટાડીને ચાર દશકની નીચલા સ્તર 8.1 ટકા કરવામાં આવ્યો હતો, જે 2020-21માં 8.5 ટકા હતું. વ્યાજ ઘટાડા પછી EPFનું વ્યાજ 1977-78 પછી સૌથી ઓછું થઈ ગયું હતું. નાણાકીય વર્ષ 1977-78માં EPFનો વ્યાજ દર 8 ટકા હતો. 2020-21 માટે ઈપીએફ જમા પર 8.5 ટકા વ્યાજ દર CBT દ્વારા માર્ચ 2021માં નક્કી કરવામાં આવ્યો હતો.
આ વર્ષે પણ ઘટ્યો હતો વ્યાજ
માર્ચ 2020 માં પણ ઈપીએફએ 2019-20 માટે પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ (EPF Deposit) પર વ્યાજ દરને ઘટાડીને સાત વર્ષના નિચલા સ્તર પર 8.5 ટકા કર્યા હતા, જો 2018-19 ના માટે 8.65 ટકા હતી. EPFOએ તેના ગ્રાહકોને 2016-17માં 8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા વ્યાજ દર આપપી હતી. જ્યારે 2015-16માં વ્યાજ દર થોડી વધી 8.8 ટકા પર હતી. તેના સિવાય, ઈપીએફઓએ 2013-14ની સાથે-સાથે 2014-15માં 8.75 ટકા વ્યાજ દર આપ્યો હતો.
લગભગ 7 કરોડ કર્મચારીઓ રજિસ્ટર્ડ
નોંધનીય છે કે EPFO પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરવા વાળા કર્મચારીઓના પીએફ અકાઉન્ટના હેઠળ વ્યાજ દરનો દર વર્ષ જાહેરાત કરે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ લગભગ 7 કરોડ કર્મચારીઓ જોડાયા છે. ઈપીએફઓનું વ્યાજ નક્કી કર્યા પછી નાણા મંત્રાલય અંતિમ નિર્ણય લે છે. કર્મચારી ભવિષ્ય નિધિ ખાતા પરનું વ્યાજ વર્ષમાં એકવાર 31 માર્ચે મળે છે.