Gold Rate Today: સોનાના ભાવમાં સપ્તાહના પહેલા દિવસે સોમવારે ઘટાડો આવ્યો છે. આજે સોનાના 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે.
અહીં અમે તમને દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, જયપુર, પટના, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સોનાના દર વિશે જણાવી રહ્યા છીએ. દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 66,020 રૂપિયા છે. ચેન્નાઈમાં સોનાનો ભાવ સૌથી વધુ 66,440 રૂપિયા છે. સોનાની સૌથી વધું કિમત ચેન્નઈમાં છે. એક કિલો ચાંદીનું ભાવ 77,000 રૂપિયા પર છે.
ભારતમાં આજે રિટેલ બજારમાં સોની કિંમત
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમતો 60,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. 24 કેરેટ માટે ગ્રાહકોને 66,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચુકાવનુ રહેશે.
મુંબઈમાં સોનાનો ભાવ
દેશના અન્ય શેહેરોની વાત કરે તો મહારાષ્ટ્રના મુંબઈમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 60,380 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો 65,870 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 22 કેરેટ સોના 60,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે અને 24 કેરેડ સોનાની રિટેલ કિંમતો 65,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના મોટા શહેરોમાં 18 માર્ચ 2024એ આ રહ્યો સોનાના ભાવ
શહેર | 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ | 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ |
ચેન્નઈ | 60,900 રૂપિયા | 66,440 રૂપિયા |
કોલકાતા | 60,380 રૂપિયા | 65,870 રૂપિયા |
ગુરુગ્રામ | 60,530 રૂપિયા | 66,020 રૂપિયા |
લખનઉ | 60,380 રૂપિયા | 66,020 રૂપિયા |
બેંગ્લોર | 60,380 રૂપિયા | 65,870 રૂપિયા |
જયપુર | 60,530 રૂપિયા | 66,020 રૂપિયા |
પટણા | 60,430 રૂપિયા | 65,920 રૂપિયા |
ભુવનેશ્વર | 60,380 રૂપિયા | 65,870 રૂપિયા |
હૈદરાબાદ | 60,380 રૂપિયા | 65,870 રૂપિયા |
આ આધારે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાની કિંમત મોટાભાગે બજારમાં સોનાની માંગ અને સપ્લાઈના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવ પણ વધશે. સોનાનો પુરવઠો વધશે તો ભાવ ઘટશે. સોનાના ભાવ પર ગ્લોબલ આર્થિક સ્થિતિની પણ અસર થાય છે. ઉદાહરણ તરીકે, જો ગ્લોબલ અર્થતંત્ર નબળું પ્રદર્શન કરી રહ્યું છે, તો ઇન્વેસ્ટર્સ સોનાને સિક્યોર આશ્રયસ્થાન તરીકે જોશે. તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે.