How to get birth certificate online: જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. ગુજરાત સરકાર દ્વારા Birth Certificate Online ડાઉનલોડ કરવા માટે eOlakh પોર્ટલ શરૂ કર્યું છે.
How to get birth certificate online
Let the candidates know that you can apply for the birth certificate on the official website of your state. But the government has launched another website for birth and death certificates, in which any person of the country can apply for a birth certificate. Official Website – https://eolakh.gujarat.gov.in
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન
પોસ્ટ ટાઈટલ | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન |
પોસ્ટ નામ | જન્મ નોંધણી ઓનલાઈન / જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરો |
વિભાગ | આરોગ્ય અને કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર |
રાજ્ય | ગુજરાત |
સત્તાવાર વેબ સાઈટ | eolakh.gujarat.gov.in |
સુવિધા | ઓનલાઈન |
ઓનલાઈન જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
જન્મની ઓનલાઈન નોંધણી માટે (ઈ ઓળખ) એપ્લીકેશન, નેશનલ ઇન્ફ્રોર્મેટીક્સ સેન્ટર, ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય અને કલ્યાણ વિભાગ માટે વિકસાવવામાં આવી છે. આ એપ્લીકેશનમાં કોઈપણ સમસ્યા હોય અથવા એપ્લીકેશન સબંધિત સૂચનો હોય તો નાયબ રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને અધિક નિયામકશ્રી (આંકડા), બ્લોક 5/3, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382010નો સંપર્ક સાધવા વિનંતી છે. વધુમાં, જીલ્લા જીલ્લાકક્ષાના પ્રશ્નના માર્ગદર્શન માટે સબંધિત જીલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતા જીલ્લા રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો સંપર્ક સાધવા વિનંતી છે.
જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો
જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો.
દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લીંક જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે.
જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહી. તેમ છતાં તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો, સૌપ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જન્મ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો હોમ પેજ ઉપર આપેલા છે.
આ રીતે કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી જનરેટ થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તારીખ 05/02/2020ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.
ઓનલાઈન મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
જે રીતે જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં આવે છે એજ રીતે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનું. દરેક માહિતી ઉપર આપેલ આજ પ્રમાણે છે.
ગુજરાત જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો
આજકાલ તમામ સરકારી સેવાઓનો ઉપયોગ કરવો સરળ છે અને કોઈપણ ઓફિસની મુલાકાત લીધા વિના, કારણ કે બધી સેવાઓ ઓનલાઈન કાર્યરત છે. તમે મૂળભૂત ઈન્ટરનેટનો ઉપયોગ કરીને જાણો છો અને પછી બધી સરકારી સેવાઓને ઉપયોગ કરવો સરળ છે. આ પ્રમાણપત્રને કોઈપણ હસ્તાક્ષરની જરૂર નથી. ગુજરાતમાં દરેક જગ્યાએ તેને મંજુરી છે.
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું? / મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
- સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
- ત્યારબાદ ડાઉનલોડ સર્ટીફીકેટ બટન પર ક્લિક કરો.
- ઓપ્શન પસંદ કરો -> જન્મ / મરણ.
- પસંદ કરો -> અરજી નંબર / મોબાઈલ નંબર.
- એક બોક્સમાં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
- બીજા બોક્સમાં વર્ષ લખો.
- સર્ચ ડેટા બટન પર ક્લિક કરો.
- PDF ફાઈલ ડાઉનલોડ કરી લ્યો ભવિષ્યના ઉપયોગ માટે.
જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન | અહીં ક્લિક કરો |
મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો ઓનલાઈન | અહીં ક્લિક કરો |
Homepage | અહીં ક્લિક કરો |