Mutual Fund SIP: છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં મોટો ઘટાડો થયો છે પરંતુ નાણાકીય નિષ્ણાતોએ SIP બંધ કરવાની સલાહ આપી નથી. આનો અર્થ એ થાય કે બજારમાં ગમે તેટલો વધારો થાય કે ઘટાડો થાય, વ્યક્તિએ SIP ચાલુ રાખવું જોઈએ.
SIP હંમેશા લાંબા ગાળે ઉત્તમ રિટર્ન મેળવવામાં મદદ કરે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો તમારે કરોડપતિ બનવું હોય એટલે કે 1 કરોડ રૂપિયા બચાવવા હોય, તો 5000 કે 10,000 રૂપિયાની SIP સાથે કેટલા વર્ષ લાગશે?

₹10,000 માસિક SIP માંથી કેટલા વર્ષમાં ₹1 કરોડ એકઠા થશે?
જો કોઈ ઇન્વેસ્ટર્સ મ્યુચ્યુઅલ ફંડમાં SIP માં રુપિયા 10,000નું રોકાણ કરે છે અને તેના રોકાણ પર વાર્ષિક 12% રિટર્ન મળે છે, તો તેને લગભગ રુપિયા 1 કરોડ એકઠા કરવામાં 20 વર્ષ લાગશે. તે જ સમયે, જો તે દર વર્ષે તેની SIP રકમમાં 10 ટકાનો વધારો કરે છે, તો તે 16 વર્ષમાં ₹ 1.03 કરોડ એકઠા કરી શકશે. 16 વર્ષ માટે SIP માં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ, 10 ટકા વાર્ષિક સ્ટેપ-અપ સાથે 43,13,368 રૂપિયાનું રોકાણ અને આશરે 60,06,289 રૂપિયાનું રિટર્ન આપશે.